Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Protest against Congress by chanting Ramdhun near broken tank in Surat

Video: સુરતમાં તૂટેલી ટાંકી પાસે રામધૂન બોલાવી કોંગ્રેસનો વિરોધ, સરકાર પર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના અરેઠ વિસ્તારમાં તડકેશ્વર ખાતે 21 કરોડના પ્રોજેક્ટ હેઠળ બનેલી પાણીની ટાંકી તૂટી પડવાના મામલે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના સિનિયર નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા અહીં અનોખી રીતે 'વિકાસનું બારમું' અને બેસણું યોજીને રામધૂન બોલાવવામાં આવી હતી.

App Store

ભાજપ સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર 

મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ 'જન આક્રોશ યાત્રા' કાઢી ભાજપ સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાત મોડેલના નામે કરોડોના પ્રોજેક્ટ્સમાં હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે, જેનો ભોગ જનતા બની રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરત જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે.