Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Promising youth dies in Surat Bay floods: Family loses earner son

VIDEO: સુરત ખાડી પૂરમાં આશાસ્પદ યુવકનું મોત: પરિવારે ગુમાવ્યો કમાનારો દીકરો

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં આવેલા ભયાનક ખાડી પૂરને કારણે ૪૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં લિંબાયતના મીઠી ખાડી વિસ્તારની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ટેક્સટાઇલ માર્કેટમાં પેકિંગનું કામ કરી પરિવારને મદદરૂપ થતો આશાસ્પદ યુવક જાવેદ શાહ રાત્રે આઠ વાગ્યે ફૂડ પેકેટ લેવા જતાં ૧૦ ફૂટ ઊંડા વરસાદી પાણીના જોરદાર વહેણમાં તણાઈ ગયો હતો. પરિવારે ભારે શોધખોળ કરી પરંતુ બીજા દિવસે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘરના મુખ્ય કમાનારા સભ્યને ગુમાવતા જાવેદની માતાએ ન્યાય અને સરકાર સમક્ષ વળતરની માંગ કરી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે દર વર્ષે અહીં ગટરિયા પૂરને કારણે ભારે જાનમાલનું નુકસાન થાય છે, જેથી પ્રશાસન આ સમસ્યાનો કાયમી નિકાલ લાવે તે જરૂરી છે.

App Store