Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Promising youth dies after being hit by ST in Surat

Video: સુરતમાં STની અડફેટે આશાસ્પદ યુવકનું મોત, ઓવરટેક કરતી વખતે બસના તોતિંગ ટાયર ફરી વળ્યા

Timeછેલ્લું અપડેટ : 10 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના કતારગામ વિસ્તારમાં બસને ઓવરટેક કરતા એક યુવકે જીવ ગુમાવ્યો છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઓવરટેક કરતા સમયે સામેથી બાઇક આવતા બ્રેક લગાવી તો મોપેડ સ્લીપ થયું હતું અને યુવક બસના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. આ ઘટનામાં જય બુંદેલ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. 

App Store

કેવી રીતે થયો અકસ્માત?

પ્રાથમિક વિગતો મુજબ,  20 વર્ષીય જશ બુંદેલા છાપરાભાઠા સ્થિત જે.ઝેડ. શાહ કોલેજમાં ભણતો હતો.  9 ફેબ્રુઆરીની સાંજે આશરે 4.30 વાગ્યે તે કોલેજથી છૂટીને વસ્તાદેવડી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સિંગલ રોડ પર તેને GSRTCની વોલ્વો બસની ઓવરટેકનો પ્રયાસ કર્યો હતો. પણ સામેથી એક બાઈક આવતા તેને અચાનક બ્રેક મારી હતી જેથી મોપડ સ્લીપ થઈ ગયું હતું.

આંખના પલકારે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જશનું મોપડ સ્લીપ થતાં તે નીચે પટકાયો હતો અને બાજુમાંથી પસાર થઈ રહેલી GSRTCની વોલ્વો બસનું પાછલું ટાયર તેના પર ફરી વળ્યું હતું. તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. લોહીલુહાણ હાલતમાં જોતાં જ રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલી ‘શ્રીકોન વિંગ્સ’માં રહેતા ગિરીશભાઈ બુંદેલા, જેઓ સિક્યોરિટી સુપરવાઇઝર તરીકે જવાબદારી નિભાવે છે, મૃતક યુવક જશ તેમનો એકના એક દીકરો હતો. અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા મહીધરપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બસચાલકનો દેખતી રીતે કોઈ વાંક હતો કે કેમ તે અંગે પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે. 20 વર્ષની ઉંમરે જુવાનધોધ દીકરાનું અકસ્માતે મોત થતાં પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. કોલેજના મિત્રો અને સ્ટાફમાં પણ ઘેરા શોકની લાગણી છે.