SURAT : માંડવીના નરેણ ગામે આશ્રમશાળામાં આચાર્યએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા

ગુજરાતની શાળાઓમાં હવે બાળકીઓ શાળાના આચાર્યોથી જ સુરક્ષિત નથી. દાહોદની તોરણીયા પ્રાથમિક શાળામાં હવસખોર આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કરી ધોરણ-1માં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીની હત્યા કરી નાખી હતી. હવે સુરતમાં એક નરાધમ આચાર્યએ પોતાની હવસનો શિકાર એક બાળકીને બનાવી છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં શિક્ષણ જાગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. માંડવીના નરેણ ગામે આવેલી આશ્રમશાળામાં આચાર્યએ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ નરેણ ગામે આવેલી આશ્રમશાળામાં છેલ્લા 24 વર્ષથી ફરજ બજાવાતા આચાર્ય યોગેશ પટેલે આશ્રમશાળામાં જ સગીર બાળકી સાથે શારીરિક અડપલા કર્યા છે. બાળકીના પરિવારને જાણ થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે નરાધમ આચાર્યની ધરપક કરી હતી, સાથે તેના પર પોક્સો અને એટ્રોસીટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

