Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Power company's bullying in Bardoli, JCB turned on standing banana crop

Video: બારડોલીમાં વીજ કંપનીની દાદાગીરી, ખેડૂતની ગેરહાજરીમાં કેળાના ઉભા પાક પર JCB ફેરવી દીધું!

Timeછેલ્લું અપડેટ : 11 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત જિલ્લાના બારડોલીના ધામરોડ લૂંભા ગામે પાવરગ્રીડ કંપનીના અધિકારીઓની મનસ્વી કામગીરીથી ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ધામરોડ લૂંભા ગામે ખેડૂત નરેશ પટેલની સર્વે નંબર 147ની જમીન પર ખાવડા પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા વીજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. આ દરમિયાન પાવરગ્રીડના અધિકારીઓ ખેડૂતની ગેરહાજરીમાં ખેતરમાં પહોંચીને વીજ લાઇન નાખવા માટે કેળાના ઉભા પાક પર જેસીબી ફેરવી દેતા ખેડૂત રોષે ભરાયો હતો.

App Store

જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરાઈ 

ખેડૂતનો આક્ષેપ છે કે કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા જમીન માલિક સાથે વળતર અંગે સહમતી સાધવી અનિવાર્ય છે, પરંતુ અહીં પાવરગ્રીડ કંપનીએ વળતર નક્કી કર્યા વગર જ ખેતરમાં પ્રવેશીને નુકસાન કર્યું છે. હાલ ખેડૂતે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે અને ખેડૂત નરેશભાઈએ માંગ કરી છે કે યોગ્ય વળતર નક્કી ન થાય અને સર્વે નંબર સંબંધિત ક્ષતિઓ સુધારવામાં ન આવે ત્યાં સુધી કામગીરી અટકાવવામાં આવે, નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ધરતીપુત્રને મોટું નુકસાન 

પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોની ગેરહાજરીમાં ખેતરે પહોંચી ગયા હતા, સાથે પોલીસ બંદોબસ્ત પણ લીધો હતો અને કેળના ઉભા પાક ઉપર જેસીબી ફેરવી દેવાતાં ખેડૂતોને માથે આફત આવી હતી. પાક નુકસાન થતાં આખા વર્ષની મહેનત, બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ પાણીમાં ગયો છે. હાઈ વોલ્ટેજ લાઈનને કારણે ભવિષ્યમાં આસપાસની જમીન ખેતીલાયક રહેશે નહીં. ટ્રાન્સમિશન લાઇન નીચે ખેતીકામ કરવામાં પણ જોખમ ઉભું થયું છે.