Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Paryushan went to Pratikraman and raided the house

પર્યુષણ પર્વમાં પ્રતિક્રમણ કરવા ગયા ને ઘરમાં ત્રાટક્યા તસ્કરો, 5 લાખ રોકડા સહિત 30 તોલા સોનાની ચોરી

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2024
લાઇવ ટીવીGoogle News
પર્યુષણ પર્વમાં પ્રતિક્રમણ કરવા ગયા ને ઘરમાં ત્રાટક્યા તસ્કરો, 5 લાખ રોકડા સહિત 30 તોલા સોનાની ચોરી

સુરતમાં થોડા દિવસોથી તસ્કરો સક્રિય થયા છે. વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે હાઉસિંગ સોસાયટીમાં ચોરી થઈ હતી. જેમાં પરિવાર ધાર્મિક કાર્યક્રમ હેતુ બહાર જતા તસ્કરો ત્રાટક્યા હતા. જેમણે સિફ્તપૂર્વક ચોરી કરી લીધી હતી. જેથી સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

App Store

રોકડા અને દાગીનાની ચોરી

બંધ ઘરમાં 5.25 લાખ રૂપિયા રોકડા અને સોનાના દાગીની ચોરી થઈ હતી. 30 તોલા સોનુ લઇ તસ્કરો ફરાર થયા હતાં. જેથી વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે જાણભેદુ ચોર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

માત્ર કબાટનો લોક તૂટેલો હતો

મનીષા કોઠારીએ કહ્યુ કે, અમે પ્રતિક્રમણ કરવા મંદિરમાં ગયા હતાં. રાત્રે 10 વાગ્યે પરત આવ્યા હતાં. એ દરમિયાન કંઈ જોયું નહોતું. સવારે કબાટ ખુલ્લો હતો. તેમાં રહેલા રોકડા રૂપિયા અને દાગીના ગાયબ હતાં. લોક કબાટનો તૂટેલો હતો. આસપાસ બધુ વ્યવસ્થિત હતું. અમે મહેનત કરીને એકઠું કર્યુ હતુ. બસ અમને પરત મળે એ જ આશા છે.