Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : old man who wandered on the road for 25 years was reunited with his family

સુરતમાં 'મુસાફિર હૂં યારો' અભિયાન, 25 વર્ષથી રસ્તે રઝળતાં વૃધ્ધનું પરિવાર સાથે આ રીતે થયું મિલન

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2024
લાઇવ ટીવીGoogle News
સુરતમાં 'મુસાફિર હૂં યારો' અભિયાન, 25 વર્ષથી રસ્તે રઝળતાં વૃધ્ધનું પરિવાર સાથે આ રીતે થયું મિલન

સુરતમાં ખાખી વર્દીની પાછળ છુપાયેલી માનવતાના અનેક વખત દર્શન થતાં હોય છે.ત્યારે સુરતમાં ડીસીપી ઝોન 3માં ચાલતા મુસાફિર હૂં યારો અભિયાનને વધુ એક સફળતા મળી છે. 25 વર્ષથી પોતાના ઘરેથી નીકળી જઈને સુરતના રસ્તાઓ પર રઝળતાં વૃધ્ધનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. 

App Store

વૃધ્ધની સારવાર

સુરતમાં ડીસીપી ઝોન -3 ની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. મુસાફિર હૂં યારો અભિયાન અંતર્ગત અનેક રસ્તે રળઝળતા લોકોનું તેઓના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. ત્યારે મહિધરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે રહી જીવન ગુજારતા 62 વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવાતા હર્ષાશ્રયુ જોવા મળ્યાં હતાં. 25 વર્ષ અગાઉ સાંગલીથી સુરત આવેલ વૃધ્ધની સારવાર કરાવી તેઓનું કાઉન્સલિંગ કરાવાયું હતું. 

કર્ણાટકથી દીકરો આવ્યો

પોલીસ અધિકારીએ કહ્યુ કે, રસ્તે રઝળતાં લોકોને તેમના પરિવાર સાથે મુલાકાત કરવા માટે પ્રયાસ કરતાં હોઈએ છીએ. જેમાં અત્યાર સુધીમાં 10 લોકોને તેમના પરિવાર સાથે મુલાકાત કરવામાં આવી હતી. મોહમ્મદ અસલમની સારવાર કરાવી હતી. તે અઠવાડીયાથી લાવવામાં આવ્યા હતાં. તે સાંગલીથી સુરતમાં 25 વર્ષથી રસ્તા પર જીવન ગુજરાતા હતા. જેથી અમે ટીમો કામે લગાડી અમને માત્ર તે સાંગલીના હોવાની જાણ થતાં બસના ડ્રાઈવરને ફોટો આપ્યો હતો. બાદમાં તેમના પરિવારના સભ્યોને જાણ થઈ હતી. 25 વર્ષ બાદ કર્ણાટક રહેતો દીકરો આવ્યો હતો. પરિવારનું મિલન થતાં અમે ખુશ છીએ.