Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Not only laughing but also crying relieves stress

Surat News: હસવાથી જ નહીં પરંતુ રડવાથી પણ થાય છે તણાવ દૂર, બ્લડપ્રેશર થાય છે નોર્મલ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: હસવાથી જ નહીં પરંતુ રડવાથી પણ થાય છે તણાવ દૂર, બ્લડપ્રેશર થાય છે નોર્મલ
સોર્સ : GSTV

આપઘાત આવે ત્યારે રડી લેવું જોઈએ. જેમ હસવાથી તણાવ દૂર થાય છે તેનાથી વધુ રડવાથી પણ તણાવમાંથી વ્યક્તિ હળવી થઈ જતી હોય છે. દુઃખ ઓછું કરવા માટે પણ રડી લેવા માટે સુરતમાં ક્રાઈંગ ક્લબ ચાલે છે. જેમાં લોકો એક સાથે ભેગા થઈને અલગ અલગ વાત-વિચાર અને ઘટનાને યાદ કરીને રડી લેતા હોય છે.

App Store

ડિપ્રેશન મુક્ત થઈ શકાય

હેલ્ધી ક્રાઈમ કલબના શિતલ દેસાઈએ કહ્યું કે, અત્યારે આ ક્લબ વેસુ ખાતે કાર્યરત છે. શરૂઆતમાં અમને અંદાજ નહોતો કે આ ક્લબમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. જો કે, આજકાલ મોટી સંખ્યામાં લોકો રડવાનું મહત્વ સમજીને ભાગ લઈ રહ્યા છે. રડવું એ કોઈ નબળાઈ નથી. પરંતુ જીવન વિષે વિચારવાનો ચાન્સ મળે છે. હસી તો બધા સાથે શકાય છે. પણ રડવા માટે કોઈ ખભાની જરૂર હોય છે. તેની સાથે જ રડી શકાય છે. રડવાથી ડિપ્રેશનથી પણ મુક્ત થઈ શકાય છે.

હસી કોઈપણ સાથે શકાય રડવા માટે ખભો જોઈએ

દુઃખ, દર્દ અને પેઈન સંઘરી રાખીએ તો માનસિક અને શારીરિક બિમારીનો ભોગ બનતા હોઈએ છીએ.  દુનિયા ભરમાં ઘણા લાફિંગ કલબ છે. પરંતુ ક્રાઈંગ કલબ નથી. જેથી આજે ક્રાઈંગ કલબની પણ એટલી જ જરૂરિયાત છે. રડવાથી તણાવ ઓછો થાય છે. બ્લડપ્રેશર નોર્મલ અને રક્ત પરિભ્રમણ સામાન્ય રહે છે. કેમિકલ બહાર નીકળે છે. રડવાની તક મળે ત્યારે રડી લેવું જોઈએ. દિલ ખોલીને હસીએ તે રીતે જ રડવાથી કોર્ટિસોલ ઘટે છે અને એન્ડોર્ફિન વધે છે. જેથી સ્વાસ્થ્ય સારું રહે છે. સાથે જ જાહેરમાં રડવાથી મન હલકું થઈ જતું હોય તો ચિંતા ચોક્કસ ઓછી થાય અને આપઘાતના વિચારોમાંથી પણ વ્યક્તિ બહાર નીળે તેમ શિતલબેને વધુમાં ઉમેર્યું હતું.

ટોપિક્સ:suratgurukulpahalgam