VIDEO: સુરતમાં ઇલેક્ટ્રિક બાઈકમાં આગ લાગતા ટળી દુર્ઘટના
સોર્સ : gstv
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એણા ગામે ઇલેક્ટ્રિક બાઈકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી. ગેરેજમાં રાખેલી બાઈકમાં જોરદાર ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાઈક ચાલક મહાદેવ મંદિરે સેવા આપવા જવાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન ગેરેજમાંથી ધડાકાનો અવાજ સંભળાયો હતો. સમયસૂચકતા દાખવી બાઈકને તાત્કાલિક બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. ગેરેજમાં રહેલી કાર અને અન્ય મોટરસાયકલો આગની ચપેટમાં આવતા બચી ગઈ હતી.

