Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Media monitoring room functioning for Lok Sabha election in Surat

સુરત/ લોકસભાની ચૂંટણીને લઈ મીડિયા મોનિટરીંગ રૂમ કાર્યરત

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ લોકસભાની ચૂંટણીને લઈ મીડિયા મોનિટરીંગ રૂમ કાર્યરત

સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈ  મીડિયા મોનિટરીંગ રૂમ શરૂ કરાયો છે. બહુમાળીમાં ભવન ખાતે મીડિયા મોનિટરીંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી સૌરભ પારધી દ્વારા મીડિયા મોનિટરીંગ રૂમની મુલાકાત લેવામાં આવી હતી. 

App Store

સ્થાનિક ન્યૂઝ ચેનલો પર આચાર સંહિતાને લઈ નજર રાખવામાં આવશે. કોઈ પણ મીડિયાનો દુરુપયોગ ન થાય, પેઇડ ન્યૂઝ અને ફેક ન્યૂઝ પર નજર રાખી શકાય તે માટે આ મીડિયા મોનિટરીંગ સેન્ટર શરૂ કરાયું છે. ક્લેક્ટરે કહ્યું કે, આદર્શ આચારસંહિતાને લઈને આ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

મુખ્ય ચૂંટણી અધિકારી સૌરભ પારધીએ કહ્યું કે, ફેક ન્યૂઝથી લઈને પેઈડ ન્યૂઝ સુધીની બાબતો પર નજર રાખવા માટે આ રૂમમાંથી મોનિટરીંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. અત્યારે બધી જ ચેનલોમાં લોકલ ચેનલ અને સોશિયલ મીડિયા પર પણ કામ કરવામાં આવી રહ્યો છે. આચારસંહિતાનો ભંગ થતો હોય તો તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. અત્યાર સુધીમાં કોઈ જ પ્રકારનો કેસ કરવામાં આવ્યો નથી.