સુરત : હજીરામાં AMNS કંપનીમાં લાગી ભીષણ આગ, 4 મજૂરોના મોત , 10 ઈજાગ્રસ્ત

સુરત જિલ્લાના હજીરામાં આવેલી AMNS કંપનીના પ્લાન્ટમાં આગ લાગતા 4 મજૂરોના મોત થયા છે અને અન્ય કેટલાક મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. આજે વર્ષના છેલ્લા દિવસે મોડી સાંજે AMNS કંપનીના કોરેક્સ - 2 પ્લાન્ટમાં એક ચિમનીમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આગ લાગી ત્યારે 4 મજૂરો લિફ્ટમાં હતા અને નીકળી ન શકતા તેમના મોત નિપજ્યા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

