Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Liver, kidney, eye donation of 28-year-old woman in Surat

સુરત/ 28 વર્ષીય મહિલાના લિવર, કિડની, આંખના દાનથી પાંચના જીવન બનશે પ્રકાશમય

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ 28 વર્ષીય મહિલાના લિવર, કિડની, આંખના દાનથી પાંચના જીવન બનશે પ્રકાશમય

અંગદાતાના શહેર તરીકે સુરતની ખ્યાતિ વધી રહી છે. ત્યારે 24 માર્ચ 2024 ના રોજ સવારે 10 વાગ્યે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પીનલબેન ઘરે આવ્યા હતા. ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક લાગતી નથી એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા. જ્યારે ફરી બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનું સમયે સાસુ એ જગાડવા ગયા ત્યારે જાગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દરવાજો અંદરથી લોક હતો એટલે પડોશી ને બોલાવ્યા હતા તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલીક દરવાજો તોડ્યો હતો અને બંને દીકરા મૌલિક અને યોગેશ ને ટેલીફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જતા સારવાર શરૂ કરવામાં આવી હતી.

App Store

ચાર દિવસની સારવાર બાદ ડોક્ટરોએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. પીનલબેનને બ્રેઇનડેડ જાહેર કરાતા દર્દીના મામા ડો. મુકેશ પડસાળાનો સંપર્ક કર્યો. તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. દર્દીના પરિવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ સાથે વિસ્તૃતમાં માહિતી મેળવી અને પરિવારના સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી હતી. 

અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા ગુજરાત સરકાર સોટો માં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરિવારજનોએ અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કિકાણી પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને કિડની, લીવર, ચક્ષુઓ ના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી નવજીવન મળ્યું. લીવર અને બંને કિડની અમદાવાદ અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના ડૉ. પ્રફુલભાઈ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા.જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 12મુ અંગદાન કરવામાં આવ્યું હતું.