VIDEO: કામરેજ સુગર ફેક્ટરી ચૂંટણી: અશ્વિન પટેલ અને જયેશ પટેલ વચ્ચે જંગ
સોર્સ : gstv
દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં રાજકીય ગરમાવો વ્યાપ્યો છે, જેમાં કામરેજ સુગર ફેક્ટરીની આગામી 20 તારીખે યોજાનારી ચૂંટણી માટે ભામાશા અને રાજકીય દિગ્ગજો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે. ફેક્ટરીના કુલ 18 ઝોનના 36 હજાર 165 સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલે પોતાની 'સહકારી પેનલ' મેદાનમાં ઉતારી છે, જ્યારે તેમની સામે પૂર્વ ચેરમેન જયેશ પટેલે પણ મજબૂત પેનલ સાથે ઝંપલાવ્યું છે. અશ્વિન પટેલ મોટી સંખ્યામાં સમર્થકો અને ઉમેદવારો સાથે વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે ભારે રસાકસી અને ઉત્તેજનાભર્યું વાતાવરણ સર્જાયું છે.

