Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Jain community holds peaceful rally over Acharya's murder

VIDEO: Surat / આચાર્યની હત્યા મુદ્દે જૈન સમુદાયની રેલી, કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2025
લાઇવ ટીવીGoogle News

સુરત શહેરમાં આજે જૈન સમુદાયે જિનશાસનના આચાર્ય સાધુજીના દુર્ઘટનામાં થયેલા મોતને લઈને તીવ્ર સંવેદના વ્યક્ત કરતા કલેક્ટર કચેરી સુધી શાંતિમય રેલી યોજી હતી. આ રેલી ઋષભ ચાર રસ્તા પરથી શરૂ થઈ હતી, જેમાં હજારો શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધ્વીજી અને વિવિધ જૈન સંઘના પ્રતિનિધિઓ જોડાયા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ સરકારને અવગત કરાવવો હતો કે સાધુઓ માટે માર્ગ સલામતીના પગલાં લેવાં જરૂરી છે.

App Store

દુર્ઘટનાઓ-હત્યા રોકવા માગ

જૈન સમાજે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં થયેલું આચાર્યનું મોત એ માત્ર દુર્ઘટના નથી પણ ગંભીર બાબત છે જેને “હત્યા” તરીકે જોવી જોઈએ. આવેદનમાં માંગ કરવામાં આવી કે, ચાલતા યાત્રા પર જતાં સાધુ-સાધ્વીઓ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે, ભાવિમાં આવાં દુર્ઘટનાઓ ન બને તે માટે ટ્રાફિક નિયમો વધુ સઘન બનાવવામાં આવે,રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ માર્ગસુરક્ષા નીતિ જારી કરવામાં આવે.

શાંતિપૂર્ણ રેલી યોજાઈ

કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ સમુદાયના પ્રતિનિધિઓએ આવેદનપત્ર આપવામાં આવ્યું અને શાંતિપૂર્ણ રીતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી. જેમા આગેવાનોએ પોતાની માગ ક્લેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. રેલીમાં આચાર્ય ભગવંતોથી લઈને