Video: સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લોખંડના ટેકા ગોઠવાયાં, મેટ્રોની કામગીરી વચ્ચે ઇમારતને નુકસાન થવાની ભીતિ
સોર્સ : GSTV
સુરતમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ કામગીરી ચાલી રહી છે, ત્યારે મેટ્રોની કામગીરી માટે બનાવવામાં આવેલી ટનલમાં મશીન પસાર થતી વખતે ત્યાં જમીન પરની ઈમારતોને નુકસાન ન થાય તે માટે તંત્ર સતર્ક જોવા મળ્યુ છે. ટનલમાં મશીન પસાર થતી વખતે ઇમારતને નુકસાન થવાની ભીતિ સેવાતા મેટ્રોના અધિકારીઓએ અગમચેતી રૂપે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં લોખંડના ટેકા ગોઠવવામાં આવ્યા છે અને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ ખાલી કરવામાં આવી છે.

