Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : In Surat, the student attempted suicide when the board papers were poor

સુરત/ બોર્ડના પેપર નબળાં જતાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાતનો પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ બોર્ડના પેપર નબળાં જતાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાતનો પ્રયાસ

બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિની બોર્ડના પેપર નબળા ગયા હોવાથી નાપાસ થવાના ડરમાં સતત માનસિક તણાવમાં રહેતી હતી. જેથી વિદ્યાર્થિનીએ દવાનો ઓવરડોઝ લેવાની સાથે સાથે હાથની નસ કાપી નાખીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારને જાણ થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ આવ્યા હતાં. જેથી હાલ તેણીની તબિયત સુધારા પર છે.

App Store

છાત્રાએ પેપૂરો સારા નહીં જતા હાથની નસ કાપવાની સાથે સાથે ડોલો નામની દવાની એક સાથે 28 જેટલી ગોળીઓ પણ ગળી લીધી હતી. આ અંગે જાણ થતાં જ વિદ્યાર્થિનીના માતા-પિતા પુત્રીને લઈ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. નવી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક વિદ્યાર્થિનીને દાખલ કરવામાં આવી હતી. સારવાર સમયસર મળી જતાં વિદ્યાર્થિની તબિયત હાલ સુધારા પર હોવાનું સામે આવ્યું છે.

વિદ્યાર્થિનીના પિતાએ કહ્યું કે, મારી દીકરીએ પેપર નબળાં ગયા હોવાનું ફોન પર જણાવ્યાં બાદ આ પગલું ભરી લીધું હતું.જો કે, તાત્કાલિક સારવાર મળી જતાં હાલ તેની તબિયત સારી છે. પરંતુ મારી તમામ વિદ્યાર્થીઓને એક જ વિનંતી છે કે, આ પ્રકારનું પગલું ક્યારેય ભરશો નહીં. પરીક્ષા નબળી જાય તો પણ બીજી આવે પરંતુ જિંદગી અમૂલ્ય છે.વાલીઓને પણ આગ્રહ છે કે, હાલ પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી બાળકો પર સતત ધ્યાન રાખવું જોઈએ. જેથી આ પ્રકારનું તેઓ પગલું ન ભરે.