સુરતમાં લાપરવાહીની હદ્દ વટાવતા દ્રશ્યો, નાના બાળકના હાથમાં અપાયું બાઈકનું સ્ટીયરિંગ

સુરતના નાનપુરા વિસ્તારમાં એક વ્યક્તિ નાના બાળક સાથે બાઈક ચલાવતો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક વ્યક્તિ પાછળ બાઈક ઉપર બેઠો છે. તેના આગળના ભાગે નાનું બાળક બેઠું છે, અને એ બાળકના બન્ને હાથ સ્ટીયરિંગ ઉપર છે .આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સુરત શહેરમાં ઘણી વખત બાઇક ઉપર સ્ટંટ કરતા અથવા નાના બાળકોને બાઇક ચલાવવા આપતા વીડિઓ વાયરલ થતા હોય છે. ત્યારે વધુ એક વીડિયો કથિત રીતે નાનપુરા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જેમાં પાછળ બેઠેલી વ્યક્તિ આરામથી પોતાના બન્ને હાથ નીચે રાખી અને બેઠો છે.આગળ બેસેલુ નાનું બાળક આ બાઇક ચલાવી રહ્યો છે.
જોખમી રીતે આ બાઈક ચલાવતો બાળકનો વીડિયો કોઈ જાગૃત નાગરિકે ઉતાર્યો છે. જેમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આ વ્યક્તિ શાંતિથી બેઠો છે. બાળક બાઇક ચલાવી રહ્યો છે. નાનપુરા ટીએન્ડટીવી વિસ્તારનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેના આધારે અગાઉ જે રીતે કાર્યવાહી થઈ છે તે પ્રમાણે કાર્યવાહી થાય તેવી માગ કરાઈ છે.

