સુરતમાં DGVCLના કર્મચારીઓ આવ્યા વિવાદમાં, ભાજપ ખેસ પહેરી પ્રચાર કરતાં હોવાની કરતા હોવાની કોંગ્રેસની રાવ

લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચારસહિતા લાગુ છે. ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીના એક અધિકારી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈ અને કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે લેખિતમાં ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે કે, દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીના અધિકારી નીરવ દેસાઈ ભાજપના ઉમેદવારને સમર્થન કરી રહ્યા છે અને કાર્યક્રમોમાં ભાજપના ઉમેદવારને મળી રહ્યા છે.
નીરવ દેસાઈ ભાજપના ઉમેદવાર સાથે મુલાકાત કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ પણ પુરાવા તરીકે કોંગ્રેસનેતા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આ બાબતે ફરિયાદ થઈ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા ડીજીવીસીએલના અધિકારી સામે ન કરવામાં આવતા ચૂંટણી પંચ ભાજપના હિસાબે કામ કરતું હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમને એવો પણ આક્ષેપ કર્યો છે કે માત્ર એક અધિકારી નહીં પરંતુ દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીના અલગ અલગ વિસ્તારના કર્મચારીઓ પણ ભાજપના ઉમેદવારોને સમર્થન કરવા તેમની સાથે મુલાકાતો કરી રહ્યા છે.
DGVCLના અધિકારીઓ ચૂંટણીમાં પ્રચાર કરવા પહોંચી ગયા હતાં. જેથી કોંગ્રેસે ચૂંટણી પંચમાં રાવ કરી છે. વીજકંપનીના કર્મચારીઓ જાહેરમાં જ ભાજપનો ખેસ પહેરીને પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયા છે. માંગરોળમાં ધારાસભ્ય ગણપત વસાવાએ શરૂ કરેલા ચૂંટણી કાર્યાલયમાં હાજર હતા. તા.૨૪મી માર્ચ ૨૦૨૪ ના રોજરત ચૂંટણીનો પ્રચાર કરતાં જોવા મળ્યા છે. કર્મચારીઓને તાત્કાલિક પદ મુક્ત કરવામાં આવે અને આદર્શ આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માગ કરાઈ છે.

