VIDEO: સાંઈ સંસ્કાર રેસિડેન્સીમાં સીમાબેન પર પતિ પરેશનો જીવલેણ હુમલો, આરોપી પતિ ફરાર
સોર્સ : gstv
વાપીના છરવાડા વિસ્તારમાં આવેલી સાંઈ સંસ્કાર રેસિડેન્સીમાં એક સનસનાટીભર્યા કિસ્સામાં પતિએ પોતાની પત્ની પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી છે. મૃતક સીમાબેન ચૌધરી અને તેમના પતિ પરેશ કટારીયા વચ્ચે છેલ્લા ચાર વર્ષથી કૌટુંબિક વિવાદ ચાલતો હતો અને ખાધા-ખોરાકી સહિતના કાનૂની કેસો અદાલતમાં પડતર હતા. આ અદાલતી કેસોથી કંટાળીને આવેશમાં આવેલા પતિ પરેશે પત્ની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ડુંગરા પોલીસ અને DYSP સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર પતિને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

