VIDEO: સુરતમાં અલગ-અલગ પેટ્રોલ પંપો પર ભારે ભીડ, વધતા ભાવના કારણે લોકોમાં નારાજગી
સોર્સ : GSTV
સુરતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો થતા વાહનચાલકો પર આર્થિક ભાર વધ્યો છે. શહેરના અલગ-અલગ પેટ્રોલ પંપો પર છેલ્લા ત્રણ દિવસથી ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણા વાહનચાલકો અડધી કલાકથી વધુ સમયથી લાઈનમાં ઉભા રહી ઈંધણ ભરાવવાની રાહ જોઈ રહ્યા છે. વધતા ભાવના કારણે લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. કેટલાક નાગરિકોએ જણાવ્યું કે દૈનિક મુસાફરીમાં ભારે તકલીફ પડી રહી છે અને ઘરખર્ચ પર અસર પડી રહી છે. “સરકાર તો સમજતી નથી” જેવી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.

