VIDEO : Suratમાં તોફાની વરસાદ: પાંડેસરામાં વૃક્ષ ધરાશાયી થતાં રિક્ષા સહિતના વાહનોનો કચ્ચરઘાણ
સોર્સ : gstv
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી અવિરભાવ સોસાયટી વિભાગ 2માં મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રહેણાંક વિસ્તારમાં અચાનક વૃક્ષ તૂટી પડતા નીચે પાર્ક કરેલી રિક્ષા સહિતના અન્ય વાહનો દબાઈ ગયા હતા, જેના કારણે વાહન માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા તોફાની વરસાદી માહોલને પગલે અન્ય વિસ્તારોમાં પણ વૃક્ષો પડવાની અને નુકસાન થવાની વિગતો મળી રહી છે.

