Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : fierce leopard fell into a well

VIDEO: આહવામાં કુવામાં પડ્યો ખૂંખાર દીપડો, જીવ બચાવવા 21 કલાક માર્યા તડફડીયા

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2025
લાઇવ ટીવીGoogle News

દક્ષિણ ગુજરાત દીપડાઓ માટેનું અભ્યારણ્ય હોય તે રીતે દીપડાઓ દેખા દઈ રહ્યાં છે. ત્યારે આહવા પોલીસ લાઈનની પાછળ કુવામાં દીપડો ખાબક્યો હતો. જે અંગેની માહિતી મળતાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 21 કલાકની જેહમત બાદ દીપડાને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. કુવામાંથી દીપડાને બહાર કાઢીને પાંજરે પૂરવામાં આવ્યો હતો. 7થી 8 વર્ષનો ખૂંખાર દીપડો પાંજરે પૂરાતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી. હાલ દીપડાને વાસદા નેશનલ પાર્ક ખાતેના રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. 

App Store