Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : ED seized properties of Sajju Kothari in Tanch in Surat

સુરત/ માથાભારે સજ્જુ કોઠારીની મિલકતોને ઈડીએ લીધી ટાંચમાં

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ માથાભારે સજ્જુ કોઠારીની મિલકતોને ઈડીએ લીધી ટાંચમાં

સુરતમાં માથાભારે સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારી ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લારખા ગુલામ મુસ્તફા શેખ અને તેના પરિવારની અંદાજે રૂપિયા 4.29 કરોડની સંપત્તિ ઈડીએ ટાંચમાં લીધી છે. ઈડીએ મની લોન્ડરીંગ હેઠળ કાર્યવાહી કરી છે. સુરત પોલીસે સજ્જુ કોઠારી વિરુદ્ધ ખંડણી, હત્યા, અપહરણ, રમખાણો, લૂંટ, જુગાર 6 કેસ નોંધ્યા હતા. આ કેસોના આધારે ઈડીએ સજ્જુ કોઠારી વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.

App Store

ઈડીની તપાસમાં સામે આવ્યું હતું કે ગુનાખોરીથી સજ્જુએ 4.29 કરોડની મિલકત ભેગી કરી હતી. સજ્જુએ પોતાના તથા પોતાના પરિવારના સભ્યોના નામ પર 31 સ્થાવર મિલકત ઉભી કરી હતી. આ તમામ મિલકતો ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી છે. વધુ તપાસ ચાલી રહી છે.

બે વર્ષ પહેલાં સજ્જુ કોઠારીની ધરપકડ કરાઈ હતી

માથાભારે સજ્જુ કોઠારીનો સુરતમાં ખૂબ આતંક હતો. તે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ મારવાની ધમકી આપતો હતો. બે વર્ષ પહેલાં 26 માર્ચ 2022ના રોજ સજ્જુ કોઠારીને તેના જ ઘરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. કોઠારીએ નાનપુરાના જમરુખ ગલીના ઘરમાં સિક્રેટ રૂમ બનાવ્યો હતો. તે રૂમમાંથી પોલીસે તેને પકડ્યો હતો.