સુરત/ કમિશન લઈને ડ્રગ્સનું વેચાણ કરનારો ઝડપાયો

નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, કમિશનર વગરના શહેરમાં હાલ આ અભિયાન ચાલતું હોય તેમ કોસંબા પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. બાતમીના આધારે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી માવીયા અબ્દુલકાદર કુરેશી (ઉ.વ.આ.26)ના કોસાડ વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે અમરોલી કોસાડ ખાતે આવેલા એસએમસી આવાસમાં દરોડા પાડ્યાં હાતં. જેમાંથી આરોપી માવીયા અબ્દુલકાદર કુરેશીને ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં આરોપીની પૂછપરછમાં તે કમિશન લઈને પ્રતિબંધિત એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.
કોસંબા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા શહેજાદખાન ઉર્ફે સૈઝુ એઝાઝખાન પઠાણ અને સાહિલખાન એઝાઝખાન પઠાણને છેલ્લા પાંચેક વર્ષથી માવીયા અબ્ગુલકાદર કુરેશી સારી રીતે ઓળખતો હતો. પાંચ છ દિવસ અગાઉ જમીલ ઉર્ફે જમાલ પાસેથી એમડી ડ્રગ્સ પાવડરનો માલ આરોપી શહેજાદખાન ઉર્ફે સૈઝુ પઠાણને બે હજાર રૂપિયા કમિશન લઈને વેચાણ અપાવ્યાની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી એક પાંચ હજારની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો છે.

