VIDEO: ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસ, વધુ એક મહિલા ડોક્ટર પોલીસ સમક્ષ થઈ હાજર
સોર્સ : gstv
સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. માઇક્રોબાયોલોજીના ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે રેગિંગની ફરિયાદ નોંધાયા બાદ વધુ એક મહિલા ડોક્ટર પોલીસ સમક્ષ હાજર થઈ છે. રેગિંગની મુખ્ય સૂત્રધાર ગણાતી દિક્ષિતા ધેવરિયા ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચી પોતાનું નિવેદન નોંધાવવા પહોંચી હતી. હર્ષ પંડ્યાના આપઘાત બાદ ચાર સિનિયર ડોક્ટરો સામે રેગિંગની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે ખટોદરા પોલીસે આરોપીઓના નિવેદનો સહિતની તપાસ આગળ ધપાવી છે.

