Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Demand to implement 33 percent reservation bill for women

મહિલા આરક્ષણ 33 ટકા અનામત બિલ લાગુ કરવા માગ, કોંગ્રેસ મહિલા મોર્ચાએ સુરત કલેક્ટર કચેરીએ નોંધાવ્યો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2025
લાઇવ ટીવીGoogle News
મહિલા આરક્ષણ 33 ટકા અનામત બિલ લાગુ કરવા માગ, કોંગ્રેસ મહિલા મોર્ચાએ સુરત કલેક્ટર કચેરીએ નોંધાવ્યો વિરોધ

સુરતમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોર્ચા સ્વરૂપે ક્લેક્ટર કેચરીએ પહોંચીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. 33 ટકા અનામત બિલ કેન્દ્ર સરકાર દ્વારા કેમ લાગુ કરાતું નથી તેવા સવાલ ઉઠાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. મહિલાઓએ નારેબાજી કરીને વિરોધ કરીને ક્લેક્ટરને આવેદનત્ર આપ્યું હતું.

App Store

ભાજપ પર આક્ષેપ

ક્લેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં લખાયું કે, ભારતમાં 33 ટકા અનામત બિલ સંસદમા પાસ થઈ ગયું છે. છતા તેનો અમલ કરવામાં આવતો નથી. સંસદના બન્ને ગૃહમાં મોદી સરકાર પાસે પૂરતું સંખ્યા બળ અને વિરોધ પક્ષનું સમર્થન હોવા છતાં ભાજપ આ બિલને લાગુ કરતું નથી. જે ભાજપ અને આરએસએસની મહિલા વિરોધી માનસિકતાને ઉજાગર કરે છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા સંગઠનની બહેનોની માગ છે કે 33 ટકા મહિલા અનામત બિલ ઝડપથી લાગુ કરવામાં આવે.

સુરક્ષા આપવા માગ

કોંગ્રેસની મહિલા નેતાઓએ કહ્યું કે, ગુજરાતમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો અને વાયદા કરવામાં આવે છે. ભાજપ દ્વારા આ બાબતો કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. મહિલા સુરક્ષા અત્યાચાર બળાત્કાર અનેક ક્ષેત્રોમાં થતી મહિલાઓના શોષણ સામે સરકાર દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવતી નથી. ભાજપ આ બાબતે બિલકુલ નિષ્ફળ રહી છે.