VIDEO: ભ્રષ્ટાચારની પોલ ખુલી: સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાઓ ધોવાયા, તંત્ર દોડતું થયું!
સુરત શહેરમાં પાલિકા ની મોટી બેદરકારી.સુરત મનપામાં ચાલતા ભ્રષ્ટાચારનો વરવો પુરાવો,.દરેક ઝોનમાં એક-એક લાંબો રસ્તો બેસી ગયો છે.અધિકારી સ્વીકારી રહ્યા છે રોડ બેસવાની સતત ઘટનાઓ બની રહી છે.ચોમાસાની હજી શરૂઆત જ થઈ ને સુરતમાં 300થી વધુ ખાડા પડી ગયા.સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં કુલ 24 સ્થળોએ રસ્તા બેસી જવાની ઘટનાઓ સામે આવી.સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર એમ.ડી. ચાવડાનું નિવેદન.મોટાભાગના પ્રભાવિત રસ્તાઓને માત્ર 1 થી 2 કલાકમાં અને બાકીના સ્થળોને 4 થી 5 કલાકની અંદર રિપેર કરી પૂર્વવત કરાયા.રસ્તા સેટલમેન્ટ થવાની ગંભીર ઘટનાને પગલે જવાબદાર એજન્સીઓ અને અધિકારીઓને તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવી.આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને રાખી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ ઝોનલ ચીફ અને અધિકારીઓની તાકીદની બેઠક યોજાઈ.ભવિષ્યમાં આવી રસ્તા બેસી જવાની ઘટનાઓ ફરી ન બને તે માટે તંત્રને આગોતરું આયોજન કરવા કમિશનર દ્વારા તાકીદ કરાઈ.

