Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Controversy over comments against Jalaram Bapa

જલારામ બાપા વિરુધ્ધની ટીપ્પણીથી વિવાદ, સ્વામિનારાયણના સ્વામી માફી માગે તેવી લોહાણા સમાજની માગ

Timeછેલ્લું અપડેટ : 06 Mar 2025
લાઇવ ટીવીGoogle News
જલારામ બાપા વિરુધ્ધની ટીપ્પણીથી વિવાદ, સ્વામિનારાયણના સ્વામી માફી માગે તેવી લોહાણા સમાજની માગ

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા જલારામ બાપા પર ટીપ્પણી કરવામાં આવી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ત્યારે સુરત લોહાણા સમાજ દ્વારા ક્લેક્ટર કચેરીએ એકઠા થઈને સંત જલારામ બાપાનું અપમાન કરવા બાદ બાબત તથા વિરુદ્ધ કથામાં ખોટી બફાટ વાતો તથા ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગિરમાર્ગે દોરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ ગેરવાજબી નિવેદન કરનાર સ્વામી વીરપુર જઈને માફી માગે તેવી માગ કરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું.

App Store

અણછાજતી ટીપ્પણી કરાઈ

લોહાણા સમાજે કહ્યું કે, જ્ઞાનપ્રકાશ સ્વામી એ કયા શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે.ને આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલારામ બાપા વિશે થયેલ વાર્તાનો વ્યવસ્થિત પર બેસીને ખોટી ધર્મ વિશેની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે. ગુણાતીતાનંદ સ્વામીના કારણે જ વીરપુરમાં સદા વર્ત યાને અન્નક્ષેત્ર ચાલી આવેલ છે એવી સત્સંગ સભા દરમિયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહાણા સમાજનું ઘોર અપમાન કરેલ છે. સત્સંગ વિશે નો સંપૂર્ણ ખ્યાલના હોય અને આપણા હિન્દુ ધર્મના સંતો તથા ગુરુકુળ વિશે કેવી રીતે વાત કરવી કઈ ભાષામાં વાત કરવી અને જલારામ બાપા એક મહાન સંતો હોય અને જલારામ બાપા પર ઓજાર રામ બાપા ના આશીર્વાદ હોય અને ભોજલરામ બાપાના આશીર્વાદ એ જલારામ બાપાની સેવા તથા તેની નિષ્ઠા જોઈ જલારામ બાપા નો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદા વર્ત્યાને અન્ય ક્ષેત્રની ઈચ્છા હોય આમ તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજલરામ બાપા એ આશીર્વાદ આપેલ જેના કારણે વીરપુરમાં અન્ય ક્ષેત્ર ચાલી રહ્યું છે જે બફાટમાં કામના આરોપીએ વ્યાસપીઠ પર બેસીને અમારા રઘુવંશી સમાજનો અપમાન કરેલ છે. 

બીજીવાર ઘટના ન બને તે માટે આવેદનપત્ર

અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો તથા ખોટી હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરી બફાટ વાતો કરીને રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જલારામ બાપાનું અપમાન કરેલ છે. આ બાબતે જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર જલારામ બાપાના શરણોમાં આવીને જાહેરમાં માફી માંગે તથા જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો અમારા રઘુવંશી દ્વારા આગળના સમયમાં ઉપગ્રહ ગાંધીજય માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તે ગુજરાત સરકારશ્રીને જાણ થાય તે માટે આ વિદીત થાય છે. આવી હિન્દુ ધર્મ બાબતની ઘટનાઓ બીજી વાર ન થાય તે માટે આ આવેદનપત્ર અમર રઘુવંશી સમાજના લોકો આપી રહ્યા છીએ.