સુરતમાં પાલિકાના વોર્ડ નં.18ની પેટા ચૂંટણી, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યુ-ભાજપે જાહેર કર્યા ઉમેદવાર

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૧૮ માં કોર્પોરેશનની એક સીટ માટે યોજાનારી પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંજય ભાઈ રામાનંદીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેઓએ આજે કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભર્યું હતું. બીજી તરફ ભાજપે પેટા ચૂંટણીના ઈલેક્શનમાં આહીર સમાજના અગ્રણી જીતુભાઈ કાછડને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યુ
સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૧૮ [લીંબાયત-પર્વત-કુંભારીયા] માં કોર્પોરેશનની એક સીટ માટે યોજાનારી પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સણીયા હેમાદ ગામના વતની સંજયભાઈ રામાધાર રામાનંદીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેઓએ આજે સુરત કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો સાથે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ ચૂંટણી આગામી ૧૬ ફ્રેબુઆરીના રોજ યીજાશે તેનું પરિણામ ૧૮ ફ્રેબુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.
ભાજપ પર પ્રહાર
કોંગ્રેસના ઉમેદવાર સંજય ભાઈ રામાનંદીએ જણાવ્યું હતું કે હું સણીયા હેમાદ ગામનો ડેપ્યુટી માજી સરપંચ રહ્યો છું, ગામની સેવા કરી છે. મારી પત્ની જાગૃતિબેન પણ સરપંચ રહ્યા છે એમને પણ ગામની સેવા કરી છે અમે કોર્પોરેટરનું પણ ઈલેકશન લડ્યા છીએ, સણીયા હેમાદ સરકારી મંડળીનો હું ડીરેક્ટર છું અને ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલો છું, અમારા વિસ્તારમાં ઘણા બધા ઢગલાબંધ મુદ્દાઓ છે પણ મેઈન મુદ્દો ખાડીનો છે અમારો જે વિસ્તાર છે તે ગરીબ વર્ગથી ભરેલો વિસ્તાર છે, આ વિસ્તારમાં ૭૦ થી ૮૦ ટકા ગરીબ વર્ગની વસ્તી છે. મતદારોને એવો મેસેજ છે કે ખાડી પર જેટલું પણ દુઃખ પડ્યું છે અને તે દુખનું નિરાકરણ આ લોકો લાવ્યા નથી અને લગભગ લાવવાના પણ નથી જેથી કરીને તમારો કીમતી અને પવિત્ર મત એવા માણસોને આપો કે જે માણસ રેલ વખતે તમારી પડખે રાત અને દિવસ ઉભા રહે
ભાજપના ઉમેદવાર જીતુ કાછડ
ભાજપે આહીર સમાજના અગ્રણી જીતુ કાછડને મેદાને ઉતાર્યા છે. ત્યારે જીતુ કાછડે કહ્યું કે, આ એક તરફી ચૂંટણી છે. કોંગ્રેસના કામ સૌ કોઈ જાણે છે. ત્યારે હું આ વિસ્તારમાંથી જંગી બહુમતીથી જીતીશ. ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને સૌ કોઈ જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસના આ રથને આગળ પણ વધારવામાં આવશે. મને પાક્કો વિશ્વાસ છે કે, લોકો ભાજપની વિકાસની નીતિને આગળ ધપાવશે.

