VIDEO: સુરત પૂર મામલે CM ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં: બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહીના નિર્દેશ
સોર્સ : gstv
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરત મુલાકાત દરમિયાન પૂરની સ્થિતિને લઈને ધારાસભ્યો અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી કે જો કોઈ અધિકારી અથવા એજન્સીની બેદરકારી સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ પૂર દરમિયાન તંત્રની નિષ્ક્રિયતાને કારણે લોકોને ભારે મુશ્કેલી પડી હોવાનું જણાવ્યું અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી. તેમણે કહ્યું કે દર વર્ષે પ્રિ-મોન્સૂન આયોજન થાય છે, છતાં આ વખતે તંત્ર તૈયારીમાં નિષ્ફળ રહ્યું. હવે તંત્રની કામગીરી પર સૌની નજર છે.

