VIDEO: સુરતમાં સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને નકલી નોટ ખરીદનાર ઝડપાયો: ગોડાદરામાંથી 500ની 165 બનાવટી નોટો જપ્ત
સોર્સ : gstv
સુરતના ગોડાદરા વિસ્તારમાંથી સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈને નકલી નોટ ખરીદનાર યુવક ઝડપાયો છે. ગોડાદરા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને દેવધ ચાર રસ્તા પાસેથી રમેશ ઉર્ફે જીગા લૌહાર નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 500ના દરની કુલ 165 નકલી નોટ મળી આવી છે….પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર નકલી નોટ લેને કે લિયે સંપર્ક કરે તેવી જાહેરાત જોઈને આસામ જઈને 30 હજાર રૂપિયાની અસલી નોટ આપીને 1 લાખ રૂપિયાની નકલી નોટો ખરીદી હતી. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને દસ્તાવેજો સહિત કુલ 1 લાખ 30 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.......

