સુરત/ એપાર્ટમેન્ટની બાલ્કનીનો ભાગ થયો ધરાશાયી, સિમેન્ટ-કોંક્રિટનો કાટમાળ પડતા કારને નુકસાન

સુરતના સગરામપુરામાં આવેલા કૈલાસનગરમાં વર્ષો જૂના મકાનો આવેલા છે. ત્યારે અહિં આવેલા અંકિત એપાર્ટમેન્ટની બાલ્કની ધરાસાયી થઈ હતી. સિમેન્ટ કોંક્રિટનો કાટમાળ નીચે પાર્ક કરેલી કાર પર પડ્યો હતો. જેથી કારને ભારે નુકસાન થયું હતું. સદનસીબે બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો તે વખતે કોઈ વ્યક્તિ નીચે ન હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી. સમગ્ર દુર્ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
અંકિત એપાર્ટમેન્ટની લોબીની બાલ્કની ધરાસાયી થતાં ટેરેસનો ભાગ તૂટ્યો હતો. જેથી સિમેન્ટ-કોંક્રિટ અને ઈંટોથી બનેલો કાટમાળનો જથ્થો કાર પર ખાબકતા કારને નુકસાન પહોંચ્યું હતું. ધડાકાભેર બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હોવાથી આસપાસમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઈ નથી.
સ્થાનિક દિશાંક પૂનમિયાએ કહ્યું કે, ચોથા માળનો ફ્લોરિંગ નીચે પડી ગયું હતું. બાદમાં સ્લેબના સળીયા તોળીને આ કાટમાળ નીચે પડ્યો હતો. જેથી કારને નુકસાન થયું હતું. જો કે, સદનસીબે સાંજના સમયે દુર્ઘટના બની હોય તો અહિં રમતા બાળકોને ઈજા પહોંચી હોત. આ અગાઉ આ બિલ્ડીંગની સારસંભાળ માટે કહેવાયું હતુ.પરંતુ એ લોકોએ ધ્યાન ન આપતા આ દુર્ઘટના સર્જાઈ છે.

