VIDEO: મિત્રોની છેતરપિંડીથી વેપારીએ આપઘાત કર્યો, ફ્રેન્ડશિપ ડે પર ત્રણેયની ધરપકડ
સોર્સ : gstv
સુરતના સરથાણાના મીરા હાઈટમાં રહેતા ૪૪ વર્ષીય એમ્બ્રોઇડરી વેપારી રાજેશ કુંજડીયાએ મિત્રોની ૧૭ લાખ 32 હજાર રૂપિયાની છેતરપિંડી અને ધમકીઓથી ત્રાસીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો…..મુખ્ય આરોપી ઘનશ્યામ આહિરે કેનેડા જવાના નામે ૧૪ લાખ રોકડા લીધા હતા. તેણે મ્યુલ એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઈમની ધમકી પણ આપી હતી. અન્ય બે મિત્રો નિક્ષિત અને આશિષે પણ ૩ લાખ 32 હજાર રૂપિયા લીધા હતા....રાજેશભાઈએ આપઘાત પહેલાં પત્નીને સુસાઈડ નોટ મોકલી હતી. સરથાણા પોલીસે ત્રણેય આરોપીઓ ઘનશ્યામ નકુમ, નિક્ષિત ઘરસંડીયા અને આશિષ આહિરની ધરપકડ કરી છે

