VIDEO: સિવિલ હોસ્પિટલના તબીબ આપઘાત કેસમાં મોટો ધડાકો: એન્ટી રેગિંગ કમિટીએ પોલીસને સોંપ્યો રિપોર્ટ!
સોર્સ : gstv
સુરતની નવી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગના તબીબ ડો. હર્ષ પાંડ્યાના આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટીએ પોતાનો તપાસ અહેવાલ રિપોર્ટ ખટોદરા પોલીસને સોંપી દીધો છે. આ રિપોર્ટમાં સંપૂર્ણ ઘટનાક્રમ સાથે જવાબદાર ચાર તબીબોના નામોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમની રેગિંગથી કંટાળીને તબીબે આત્યંતિક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અત્યાર સુધી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ ચલાવી રહી હતી, પરંતુ એસીપી ઝેડ.આર. દેસાઈના જણાવ્યા મુજબ કમિટીના રિપોર્ટ અને પુરાવાના આધારે હવે ચારેય સસ્પેન્ડેડ તબીબો સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

