પ્રેમલગ્ન બાદ છૂટાછેડા આપી મહિલા બીજા પ્રેમી સાથે આવી સુરત, MPથી પીસ્તોલ લઈને આવ્યો પૂર્વ પતિ અને પછી..

સુરતમાં સમગ્ર ભારતમાંથી આવીને પરપ્રાંતિયો વસવાટ કરે છે. ત્યારે વતનમાં થયેલી સારી કે ખરાબ પ્રવૃતિને લઈને સુરતમાં ક્રાઈમ થતાં જોવા મળતાં હોય છે. આવું જ એક ક્રાઈમ પૂર્વ પત્ની સાથે થવાનું હતું. મધ્યપ્રદેશથી ચાર ઈસમો ફોર વ્હિલર કારમાં આવ્યાં હતાં. દેશી હાથ બનાવટની પીસ્તોલ (કટ્ટા) સાથે 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા હતાં.
પ્રેમ લગ્ન નિષ્ફળ થયા
સુરતની પુણા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે એક ફોર વ્હિલર કારની તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેલા ચાર ઈસમો પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપીઓમાંથી એક પોતાની પૂર્વ પત્નીનું અપહરણ કરવા મિત્રો સાથે સુરત આવ્યો હતો. આરોપી મધ્યપ્રદેશથી મિત્રો સાથે સુરત આવ્યો હતો. સાથે પત્નીના અપહરણ કરવા દેશી હાથ બનાવટનો કટ્ટો લાવ્યો હતો. મહિપાલસિંહ ગર્જરે 2018માં ભાગીને પ્રેમલગ્ન કર્યા હતાં. પત્નીના નામે ગ્વાલીયરમાં મકાન ખરીદ્યું હતું. બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ થઈ જતાં છૂટાછેડા થયાં હતાં. જો કે પત્ની સુરત આવ્યા બાદ તેનો પ્રેમી નાસી ગયો હતો. જેથી મહિપાલ સુરત અપહરણ માટે આવ્યો હતો.
ચાર આરોપી ઝડપાયા
પુણા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી એક કાર, પાંચ મોબાઈલ, એક કટ્ટો કબ્જે કરવામાં આવ્યો છે. પુણા પોલીસે તમામની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીમાં મહિપાલસિંગ ગુર્જર, અનિલ ઉર્ફે છોટુ પાલ, કલ્લુ ઉર્ફે રાજુ પાલ, જોની કુશ્વાહને ઝડપી લેવામાં આવ્યાં છે.

