Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Bail of all 8 accused in Tadkeshwar water tank collapse case rejected

Surat news: તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી મામલે તમામ 8 આરોપીઓના જામીન ફગાવાયા

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Surat news: તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી મામલે તમામ 8 આરોપીઓના જામીન ફગાવાયા
સોર્સ : GSTV

સુરત જિલ્લાના માંડવીના તડકેશ્વરમાં ભ્રષ્ટાચારના પાયા પર ચણાયેલી 21 કરોડની પાણી ટાંકી ધરાશાયી થઈ હતી. જે કેસમાં ઝડપાયેલા 8 આરોપીના જામીન અરજી અંગે સુનાવણી કરાતા તમામની જામીન અરજી બારડોલી સેસન્સ કોર્ટે ફગાવી દીધી હતી. 

App Store

આ મામલે બારડોલી સેશન્સ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. મુખ્ય કોન્ટ્રાક્ટર, સુપરવિઝન એજન્સીના પ્રતિનિધિઓ અને બે સરકારી ઈજનેરો સહિત તમામ 8 આરોપીઓની જેતે સમયે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ બારડોલી સેસન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જે બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અનેક ગંભીર નોંધ લઇ તમામ ની જામીન અરજી ફગાવી દીધી હતી. સમગ્ર કેસ માં જયંતિ સુપર કન્સ્ટ્રકશનના  બાબુભાઈ પટેલ, જસ્મિન પટેલ, ધવલ પટેલ અને જયંતિ પટેલ, PMC એજન્સીના બાબુભાઈ પટેલ અને જિગર પ્રજાપતિ, સરકારી ઈજનેરોમાં જય ચૌધરી અને અંકિત ગરાસીયા સહિત તમામ આરોપીઓના જામીન ફગાવાયા છે.