Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Awful stone pelting on Vande Bharat Express near Surat, UP Governor Anandiben Patel was on board the train!

સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર ભયાનક પથ્થરમારો, ટ્રેનમાં સવાર હતા UPના રાજ્યપાલ આનંદીબેન પટેલ!

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર ભયાનક પથ્થરમારો, ટ્રેનમાં સવાર હતા UPના રાજ્યપાલ આનંદીબેન પટેલ!
સોર્સ : gstv

મુંબઈથી અમદાવાદ તરફ આવી રહેલી સેમી હાઈ-સ્પીડ 'વંદે ભારત એક્સપ્રેસ' (ટ્રેન નંબર ૨૨૯૬૧) પર સુરત નજીક અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવાની એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે.

App Store

પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી રવાના થઈને આગળ વધી રહી હતી ત્યારે ઉત્રાણ સ્ટેશન નજીક અજાણ્યા શખ્સોએ ટ્રેનના કોચ પર અચાનક પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું. ચાલુ ટ્રેન પર થયેલા અચાનક હુમલાના કારણે અંદર બેઠેલા મુસાફરોમાં ક્ષણભર માટે ભારે ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ હતી કે આ જ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યા હતા. જોકે, તેઓ ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં સવાર હતા અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. પથ્થરમારાની આ ઘટનામાં સદ્ભાગ્યે કોઈ પણ મુસાફરને શારીરિક ઈજા પહોંચી નથી. ઘટનાને પગલે રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક પોલીસ દ્વારા પથ્થરમારો કરનારા અસામાજિક તત્ત્વોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.