સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં SC-STની સીટ ઘટતા રોષ, કલેક્ટરને અપાયું આવેદનપત્ર

સુરત મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ પછાત વર્ગના લોકોને મેળલા બંધારણીય અધિકારમાં લોક પ્રતિનિધિત્વ કાયદા હેઠળ મળેલ અનામત રાખવાના નિયમોની જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન ન થતું હોવાની રાવ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ટકાવારી પ્રમાણે સીટ આપવા માગ
આવેદનપત્રમાં કહેવાયું કે, મહાનગરપાલિકાના નવા વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણી અંગેની ચૂંટણી વિભાગ દ્વારા કાર્યવાહી થવા જઈ રહી છે. જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પછાત જાતી બેઠક બંધારણીય જોગવાઈ મુજબ ગુજરાત રાજ્યની અનામત અંગેની ટકાવારી પ્રમાણે અનુસૂચિત જાતિ 7 ટકા અને અનુસૂચિત જનજાતિ 14 અને ઓબીસી 27 ટકા મુજબ ફાળવણી થવી જોઈએ એવો બંધારણીય અધિકાર હોવાનું લખવામાં આવ્યું છે.
સીટ ઘટતા રોષ
કાંતિભાઈ રાંદેરિયાએ કહ્યું કે, અમે તમામ સમાજના આગેવાનો સાથે આવેદનપત્ર આપ્યું છે. ચૂંટણી કમિશનરને સંબોધીને આવેદનપત્ર આપીએ છીએ. બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે તે પ્રમાણે અમને મળવી જોઈએ. 9 સીટ મળવી જોઈએ પરંતુ તે સીટ ઘટાડવામાં આવી છે. જે ઘટાડીને 3 કરી દેવામાં આવી છે. સતત અમારી સીટ ઘટી રહી છે. જેથી અમે લડત કરી રહ્યા છીએ. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહી થાય તો અમે લડતને ઉગ્ર બનાવીશું.

