સુરત/ ચૂંટણી અગાઉ ગૌમાતા પોષણ યોજનાની સહાય ન ચૂકવાતા રોષ, ગૌશાળાના સંચાલકોએ કહ્યું-'હિન્દુવાદી સરકારમાં જ અન્યાય'

હાલ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. દરેક પક્ષના ઉમેદવારો જાહેર થઈ ગયા છે. ત્યારે સુરતમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય ન ચૂકવાતા રોષ જોવા મળી રહ્યો છે. ગૌશાળાના સંચાલકોએ રોષભેર ક્લેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. ત્યારબાદ કહ્યું કે, હિન્દુવાદી સરકારને ચૂંટી કાઢી છે. નિયમો અનુસાર તમામ જગ્યાએ સહાય અપાઈ ગઈ છે. ત્યારે સુરતમાં જ સહાય ન મળી હોવાથી રજૂઆત કરવામાં આવી છે.
ગૌશાળાના સંચાલકોએ રજૂઆત કરી હતી કે, માર્ચ મહિનો શરૂ થઈ ગયો અને પૂર્ણ થવાના આરે છે. ત્યારે ચૂકવણી માટેનો છેલ્લો મહિનો હોવાથી સંસ્થાઓને સહાય ઝડપથી મળે તે ખૂબ જરૂરી છે. રાજ્યના બીજા જિલ્લાઓમાં માલિકિની જમીન અંગો કોઈ વાંધા વગર મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય ચૂકવણી કરવામાં આવી છે. જેથી સુરતમાં પણ ઝડપથી સહાય ચૂકવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
જય પટેલએ કહ્યું કે, 500 કરોડની ગ્રાન્ટ ગૌમાતા પોષણ યોજનામાં જાહેર કરાઈ હતી. જેમાં માલિકીની જમીનની કન્ડીશન રખાઈ હતી. પરંતુ ત્યારબાદ કાઢી નાખવામાં આવી હતી. પરંતુ સુરત જિલ્લાની ઘણી બધી ગૌશાળાને ગ્રાન્ટ મળી નથી. જેથી રજૂઆત કરવામાં આવી છે. હિન્દુત્વની સરકાર એટલે જ લાવેલા કે ગૌમાતા માટે કંઈક કરશે. પરંતુ સરકાર કંઈ નહી કરે તો કોઈ જરૂર જ નથી. આ સહાય નહીં મળે તો 20થી 30હજાર ગાયો ક્લેક્ટર કચેરી આવશે અને ગૌરક્ષકો પણ ક્લેક્ટર કચેરીનો ઘેરાવ કરશે. બધા જ ક્લેક્ટરોએ સહાય આપી દીધી છે માત્ર સુરતને બાદ કરતાં જેથી અમારી માગ ઝડપથી સંતોષાય તેવી માગ છે.

