Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : AMNS company bus meets with accident, 15 injured, 1 employee dies

VIDEO: સુરતની AMNS કંપનીની બસને નડ્યો અકસ્માત, 15ને પહોંચી ઈજા, 1 કર્મચારીનું થયું મોત

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2025
લાઇવ ટીવીGoogle News

સુરતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીની બસ હજીરા નજીક અકસ્માત નડ્યો હતો. બસમાં સવાર 50માંથી 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તમામને 8 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન એકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ઘાયલોની સારવાર ચાલુ છે. સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

App Store

આ પણ વાંચોઃ સુરતમાં ગટરમાં ગરક થયેલા 2 વર્ષના બાળકનો પત્તો નહી, 17 કલાકથી સતત તપાસ કરતી અલગ અલગી ટીમ

108માં સારવાર માટે ખસેડાયા

હજીરા વિસ્તારમાં ડમ્પર અને AMNS બસની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને ડમ્પર બને પલ્ટી મારી ગયા હતા. બસમાં 50 થી વધુ લોકો બસમાં સવાર હતા. આ અકસ્માતના પગલે 15 થી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 8 જેટલી 108 મારફતે અને ખાનગી એમ્બ્યુલન્સથી ઘાયલને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન સૂર્યદેવ રામવૃક્ષ ભુયાનનું મોત નિપજ્યું છે.

ડમ્પરે અડફેટે લીધા

દિલીપ નામના કર્મચારીએ કહ્યું, અમારી બસ સવારે આઠ વાગ્યે જઈ રહી હતી. તે દરમિયાન યુ ટર્ન લઈ રહી હતી. તે દરમિયાન ડમ્પર અથડાયું હતું. જેથી અમને ઈજા  પહોંચી હતી. ડમ્પર ચાલકની સ્પીડ વધુ હતી. અમે કંઈ સમજીએ તે અગાઉ જ અકસ્માત થઈ ગયો હતો. હાલ અમારામાંથી ઘણા ગંભીર ઈજાગ્રસ્ત પણ છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.