Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : After being closed for 13 days, RTO test drive track started in Surat

સુરત/ 13 દિવસ બંધ રહ્યા બાદ RTO ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક શરૂ, રજાના દિવસોમાં કામ કરવાની પણ કચેરીની તયારી

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ 13 દિવસ બંધ રહ્યા બાદ RTO ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક શરૂ, રજાના દિવસોમાં કામ કરવાની પણ કચેરીની તયારી

સુરત સહિત સમગ્ર રાજ્યમાં સર્વરમાં ખામી સર્જાતા લાયસન્સ માટેની આરટીઓમાં પ્રક્રિયા બંધ હતી. જેથી વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શકતા નહોતા. જોકે, હવે સર્વરની સમસ્યા સોલ્વ થતા ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યા છે. જેથી હવે વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે કચેરી દ્વારા રજાના દિવસોની સાથે સાથે એકસ્ટ્રા ટાઈમ પણ કામ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. 

App Store

છેલ્લા 13 દિવસથી લોકોને ટેસ્ટ ડ્રાઈવને લઈને હાલાકીનો સામનો કરવો પડતો હતો. જોકે 13 દિવસ ટેસ્ટ ટ્રેક બંધ હોવાના કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. જેથી વડી કચેરીની સૂચના મળશે તો રજાના દિવસોમાં પણ આરટીઓ કચેરી શરૂ રાખવામાં આવશે તેવી તૈયારી દર્શાવવામાં આવી છે. 

આરટીઓ કે. કે. પંચાલએ કહ્યું કે, સોફ્ટવેરની ટેક્નિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. જો કે સમગ્ર પ્રશ્નનું નિરાકરણ આવતાં ફોર વ્હિલર અને ટૂ વ્હિલરના ટેસ્ટની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. હાલ જે બેકલોગ છે તેનું નિરાકરણ લાવવા વડી કચેરીના આદેશ પ્રમાણે કામગીરી કરાશે. સાથે જ નોકરીએ જતા લોકો સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે તેવી વ્યવસ્થા ગોઠવવા પણ આયોજન કરવામાં આવશે.