Video: સુરતમાં પાણીપુરી વેચતા વિક્રેતાઓ સામે કાર્યવાહી, અખાદ્ય બટાકાના જથ્થાનો કરાયો નાશ
સોર્સ : GSTV
સુરતના ઉધના ઝોન વિસ્તારમાં આવેલ દેવચંદ નગર ખાતે પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ચેકિંગ દરમિયાન અનેક સ્થળોએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. પાણીપુરીમાં ઉપયોગમાં લેવાતા બટાકા અને પૂરીઓ પણ ખરાબ હાલતમાં મળતા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પાલિકાની ટીમ દ્વારા દંડ ફટકારી કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા એક અઠવાડિયામાં ઉધના ઝોન દ્વારા કુલ 726 સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી 282 કિલો અખાદ્ય પદાર્થો નાશ કરવામાં આવ્યા. આ દરમિયાન 1 લાખ 27 હજાર રૂપિયાનો દંડ વસુલાયો છે અને 27 લોકોને નોટિસ આપવામાં આવી છે.

