સુરત/ ટ્રાન્સપોર્ટરના 13 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય

સુરતના પાંડેસરા એલઆઈડી આવાસ નજીક રહેતા ટ્રાન્સપોર્ટરના ૧૨ વર્ષ ૧૧ માસના પુત્ર ધુળેટીના દિવસે બપોરના સમયે સોસાયટીમાં સાયકલ ફેરવતો હતો તે વખતે મોપેટ ઉપર આવેલા નરાધમે તેને મોપેટ ઉપર બેસાડી નજીકમાં આવેલ ખંડેર મકાનમાં લઈ જઈ કાતર જેવુ હથિયાર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી મુખમૈથુન કરાવી તેમજ સૂષ્ટિવિરુધ્ધનું કૂત્ય કર્યું હતું. બનાવ અંગે કોઈને વાત કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ટ્રાન્સપોર્ટરની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
પાંડેસરા એલઆઈસી આવાસ પાસે રહેતા ટ્રાન્સપોર્ટરનો ધોરણ-૭માં અભ્યાસ કરતો ૧૨ વર્ષ ૧૧ માસનો દીકરો ધુળેટીના દિવસે ધુળેટી રમી બપોરના ચારેક વાગ્યાના અરસામાં સોસાયટી પાસે સાયકલ ફેરવતો હતો તે વખતે અમીત પાંડે નામનો યુવક મોપેટ લઈને તેની પાસે આવ્યો હતો. અને તેને મોપેટ પર બેસી જવા માટે કહ્યું હતું. જોકે ટ્રાન્સપોર્ટરના પુત્રએ ગાડી પર બેસવાની ના પડતા તેના પાછળ પાછળ સોસાયટીમાં આવી ગયો હતો. અને ચલ મેરી ગાડી પે બેઠ જા થોડી દેર પે વાપસ આતે હે તેમ કહી મોપેટ ઉપર બેસાડી નજીકમાં અવેલ પંચવટી સોસાયટીના એક ખંડેર મકાનમાં લઈ ગયો હતો.
મકાનનો દરવાજો અંદરથી બંધ કરી કાતર જેવુ હથિયાર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરી પુર્વક મુખ મૈથુન કરાવ્યું હતું. તેમજ સૂષ્ટિ વિરુધ્ધનું કૂત્યુ કર્યું હતુ. કિશોરને દુખાવો થતા નરાધમ અમીતે તેને ચિલ્લાયેગા તો માર ડાલુગા તેમ કહી છોડી મુક્યો હતો અને જતા જતા કિસો કો બતાના મત કહ્નાં હતું. અમીતની ધમકીથી કિશોર ગભરાય ગયો હતો. કિશોરએ ઘરે આવી સાંજે તેના પિતાને આપણે આ ઘર ખાલી કરી અન્ય કોઈ જગ્યાએ રહેવા માટે જતા રહ્યે હોવાનુ કહ્નાં હતું પરંતુ જેતે સમયે તેના પિતા ધ્યાન આપ્યુ ન હતું અને બીજા દિવસે ફરીથી મકાન ખાલી કરવાની વાત કરતા તેના પિતાએ મકાન ખાલી કરવાનું કારણ પુછતા તરૂણે તમામ હકીકત કહેતા મામલો બહાર આવ્યો છે. બનાવ અંગે પોલીસે અમીત પાંડે સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

