Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Accident between city bus and rickshaw in Surat, two people injured

સુરત/ સિટી બસના ચાલકે રિક્ષાને લીધી અડફેટે, ચાલક-પેસેન્જરને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ સિટી બસના ચાલકે રિક્ષાને લીધી અડફેટે, ચાલક-પેસેન્જરને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા

સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે આ વખતે ડિંડોલી વિસ્તારમાં સિટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ડ્રાઈવર અને પેસેન્જરને ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ બસને પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

App Store

ડિંડોલીમાં સિટી બસ ચાલકે અક્સ્માત સર્જ્યો હતો. ઓટો રિક્ષા ચાલક અને પેસેન્જરને અડફેટમાં ઈજાઓ પહોંચી હતી. પેસેન્જરને ઇજાઓ વધુ પહોંચી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર અક્સ્માત રૂટ નંબર 104 પર દોડતી બસે સર્જાયો હતો. અકસ્માત સમયે 15થી 20 જેટલા પેસેન્જરો બસમાં સવાર હતા.

અકસ્માત બાદ બસ ચાલકે કહ્યું કે,બસ સંપૂર્ણ રીતે હંકારાય એવી સ્થિતિમાં છે. રિક્ષા ચાલકની ભૂલના કારણે અકસ્માત સર્જાયો છે. જ્યારે પોલીસે બસ હંકારી તો કહ્યું કે, બસમાં બ્રેક જ નથી લાગતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી બસ ચાલક અને બસનો કબ્જો લીધો છે. ત્યારે બસની સ્થિતિને લઈને પણ અકસ્માત બાદ સવાલો ઉભા થયા છે.