Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A young man was caught selling drugs in Surat, 1.30 lakhs was found in his pant pocket.

સુરત/ છૂટકમાં ડ્રગ્સ વેચવા નીકળેલો યુવક ઝડપાયો, પેન્ટના ખીસ્સામાંથી મળ્યો 1.30 લાખનો જથ્થો  

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ છૂટકમાં ડ્રગ્સ વેચવા નીકળેલો યુવક ઝડપાયો, પેન્ટના ખીસ્સામાંથી મળ્યો 1.30 લાખનો જથ્થો  

સુરત હાલ પોલીસ કમિશનર વિહોણું છે. જો કે,તત્કાલીન પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ઉપાડેલી 'નો ડ્રગ્સ ઈન સિટીની' ઝૂંબેશ તેમની નિવૃત્તિ સાથે જ બંધ થઈ ગઈ હોય તેમ લાગે છે. શહેરના યુવાનો ફરી બિન્ધાસ્ત ડ્રગ્સ લઈને ફરતા થઈ ગયા છે. સુરત પોલીસે આવા જ એક યુવાનને ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે. આ યુવાન જિન્સના ગજવામાં ડ્રગ્સ લઈને જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડ્યો હતો.

App Store

29 વર્ષીય ધર્મ સંજયકુમાર વાનાવાલાને અલથાણના ધીરજ સન્સ ચાર રસ્તાથી ભેસ્તાન પાંડેસરા તરફ જતા રસ્તે સ્કેવર વન કોમ્પલેક્સ પાસેથી પકડ્યો છે. ધર્મ પાંડેસરાના વડોદ ખાતે આવેલી સાંઈ મોહન રો-હાઉસ સોસાયટીમાં રહે છે. ધર્મ 20મી માર્ચની રાતે અલથાણથી કારમાં પાંડેસરા તરફ જતો હતો ત્યારે 11.10 કલાકના અરસામાં પોલીસે તેને પકડ્યો હતો. ધર્મના જિન્સના ગજવામાંથી પોલીસને 13.00 ગ્રામફ મેફેડ્રોન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 1.30 લાખ થાય છે. ધર્મના ગજવામાંથી પોલીસને નાનો બેટરી સંચાલિત ઈલેક્ટ્રિક વજન કાંટો, ડીશ તેમજ ડ્રગ્સ પેકિંગમાં વપરાતી ઝીપ બેગ પણ મળી આવી હતી. ધર્મ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની આશંકા સાથે પોલીસે તાત્કાલિક તેને અટકાયતમાં લઈ પૂછપરછ કરી હતી.

આરોપી ધર્મ વાનાવાલાએ પોતે ભાઠેનાના જમીન ઉર્ફે જંગલી પાસેથી ડ્રગ્સ ખરીદયું હોવાની હકીકત પોલીસને જણાવી હતી. પોતે છૂટકમાં ડ્રગ્સ વેચવા માટે લઈ જતો હોવાની ધર્મ વાનાવાલાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ ધર્મની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે