Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A woman who married a year ago in Surat died after falling from the fourth floor

સુરત/ એક વર્ષ અગાઉ પ્રેમલગ્ન કરનાર મહિલાનું ચોથા માળેથી પટકાતા મોત

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ એક વર્ષ અગાઉ પ્રેમલગ્ન કરનાર મહિલાનું ચોથા માળેથી પટકાતા મોત

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય પરિણીતાનું ભેદી સંજોગોમાં મોત નીપજ્યું છે. ચોથા માળની ગેલેરીમાં સુકવવા મુકેલી ચાદર લેવા જતા પરિણીતા નીચે પડી હતી. તેના લીધે તેણીનું મોત નીપજ્યું હતું. બૂમાબૂમ થતાં પરિવારજનો દોડી ગયા હતા. આ કેસમાં આપઘાત, અકસ્માત કે હત્યા તેને લઈને સવાલો ઉભા થતાં પોલીસ તપાસ કરી રહી છે.

App Store

મૂળ નાગપુરની વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં લક્ષ્મી રેસીડેન્સી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય કાજલ શ્યામ ચાંદેરકરનું મોત નિપજ્યું છે. કાજલ ડીંડોલીની લક્ષ્મી રેસીડેન્સીમાં પતિ, સાસુ-સસરા અને દિયર સાથે રહેતી હતી. એક વર્ષ પહેલાં કાજલ અને શ્યામના પ્રેમલગ્ન થયા હતા. શ્યામ પેટ્રોલ પંપ પર કામ કરે છે.

દરમિયાન ગઈકાલે બુધવારે તા. 27મી માર્ચના રાત્રે 8.30 કલાકના અરસામાં પરિવાર ઘરમાં હતો, ત્યારે કાજલ ગેલેરીમાં સુકવેલી ચાદર લેવા ગઈ હતી. થોડી વાર બાદ નીચેથી બૂમો સંભળાતા પરિવાર ગેલેરીમાં ગયો હતો ત્યારે કાજલ નીચે પડી ગઈ હોવાની ખબર પડી હતી. તાત્કાલિક 108ની મદદથી કાજલને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી.

ચોથા માળેથી નીચે પડતા કાજલના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન ગુરુવારે સવારે કાજલનું મોત નિપજ્યું હતું. કાજલના મોતના પગલે પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો. કાજલ કેવી રીતે નીચે પડી તે પરિવારજનોને ખબર નથી. ગેલેરીની જાળી ઊંચી છે, તેથી તે જાતે નીચે પડી હોવાનું માની શકાય તેમ નથી. તેણીએ આપઘાત કર્યો હોવાનું લાગી રહ્યું છે.