VIDEO: સાયણ સુગર ફેક્ટરીમાં 'પરિવર્તન'નો પવન: ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ભવ્ય વિજય!
સોર્સ : gstv
સુરતની પ્રસિદ્ધ સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં પરિવર્તન પેનલે ૯ ઉમેદવારોની ભવ્ય જીત સાથે પૂર્ણ બહુમતી મેળવીને પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે. આ ઉપરાંત ૩ અપક્ષ વિજેતા ઉમેદવારોએ પણ પરિવર્તન પેનલના નેતા કેતન પટેલને સમર્થન જાહેર કર્યું છે. આ ભવ્ય વિજય બાદ કેતન પટેલ સાયણ સુગર ફેક્ટરીના નવા ચેરમેન બને તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. વિજય બાદ કેતન પટેલે જણાવ્યું હતું કે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા હતા અને આ સંસ્થાના વિકાસ માટે તમામ ચુંટાયેલા સભ્યોના સહકારથી તેઓ કામ કરવા તત્પર છે.

