સુરત/ ફકત મહિલાઓને જ લોન મળશે તેવું કહી 22 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

સુરતમાં લોકો સાથે છેતરપિંડી કરવા માટે ભેજાબાજો અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં માત્ર મહિલાઓને જ લોન મળશે તેવી કંપની હોવાનું કહીને રૂપિયા એકઠા કર્યા હતાં. બાદમાં 22 લાખ રૂપિયાની છેતરપિંડી આચનારા આરોપીને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે રૂપિયા 22 લાખના છેતરપિંડી કરનાર આરોપી આકાશ હીરાભાઈની ધરપકડ કરી છે. આરોપી આશીર્વાદ કંપનીના કામ કરતો હતો. આ એવી કંપની છે. જે ફક્ત મહિલાઓને લોન આપે છે. આરોપીએ જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવી છે. પરંતુ ખરેખર તે મહિલાઓને લોન આપવામાં આવી નહોતી. તથા આરોપીએ આ તમામ પૈસાઓ પોતાના અંગત કામો માટે વાપર્યા છે.
મહિલાઓ સાથે છેતરપિંડી થતી હોવાનો મામલો કંપનીના મેનેજરએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આરોપી આકાશ હીરાભાઈની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે, આરોપીએ કંપનીમાંથી ઉચાપત કરી હતી. જેથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

