સુરત/ પાડોશમાં રહેતા બે સંતાનના પિતાએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યુ

સુરતમાં રોજ રોજ દુષ્કર્મના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ચોકબજા૨ વિસ્તારમાં રહેતી પરિણીતા પર તેના પડોશમાં રહેતા બે સંતાનોના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે 38 વર્ષીય પાડોશી સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.
31 વર્ષીય પરિણીતા 4 સંતાનોની માતા છે. તેના પતિ દરજી કામ કરે છે. આરોપી તેના પડોશમાં રહે છે. ઘોડાગાડી ચલાવે છે. છેલ્લા ઘણા વખતથી આરોપી પરિણીતાને હેરાન પરેશાન કરતો હતો. છેવટે કંટાળીને પરિણીતાએ પતિને વાત કરી હતી. આથી મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે દુષ્કર્મ સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે કહ્યું કે, અઠવા પોલીસમાં મહિલાએ 3 વર્ષથી મરજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી હનિફ કુરેશી (ઉ.વ.આ.38)ની ધરપકડ કરવામાં આવી છે. હનિફ અને મહિલાના પતિ બન્ને મિત્રો હતો. મહિલાના પતિ બહાર જાય ત્યારે હનિફ ઘરમાં ઘુસીને દુષ્કર્મ આચરતો હતો. પરંતુ વધારે પડતું થતાં મહિલાએ પોતાના પતિને જાણ કરી હતી. જેથી પોલીસ ફરિયાદ બાદ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોલીસે ડીએનએ સહિતના પુરાવા એકત્ર કરી વધુતપાસ હાથ ધરી છે. આરોપી મહિલાને તેના બાળકો અને પતિને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

