Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A 35-year-old gym trainer died after a fall in Surat

સુરત/ 35 વર્ષીય જીમ ટ્રેનરનું ઢળી પડ્યા બાદ મોત, ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર વખતે જ છોડ્યા શ્વાસ

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2024
લાઇવ ટીવીGoogle News
સુરત/ 35 વર્ષીય જીમ ટ્રેનરનું ઢળી પડ્યા બાદ મોત, ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર વખતે જ છોડ્યા શ્વાસ
 
App Store
સુરત સહિત સમગ્ર રાજ્યમાં યુવાનોના અકાળે થતાં મોતને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સહિત તબીબોમાં પણ આ મુદ્દે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. ત્યારે સુરત નજીક આવેલા ગવિયર ગામના એક 35 વર્ષીય યુવકનું અકાળે મોત નીપજ્યું છે. જીમ ટ્રેન યુવકના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
 
ગવિયર ગામમાં રહેતા 35 વર્ષીય જીમ ટ્રેનર સાહિલ પટેલ રાત્રી દરમિયાન અચાનક ઢળી પડ્યો હતો. જેથી તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સાહિલની ખાનગી હોસ્પિટલમાં તબીબોએ સારવાર શરૂ કરી દીધી હતી. જો કે, ટૂંકી સારવારમાં જ સાહિલ પટેલે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું. 
 
ગવિયર ગામના સાહિલ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ પરિવારજનોએ કહ્યું કે, સાહિલ પટેલને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી. તેમ છતાં અચાનક થયેલું મોત માની શકાય તેમ નથી. હાલ સાહિલ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટ મોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.